ડુંગરી ગામ ના ભ્રમદેવ બાપા ના  મંદીર માં  આપનુ સ્વાગત છે

શ્રી બ્રહ્મદેવ બાપા નું મંદીર વલસાડ જીલ્લાના ડુંગરી ગામ મા આવેલુ છે. શ્રી બ્રહ્મદેવ બાપા ડુંગરી ગામ સ્થિત ટાળીયા ડુંગર પર વિરાજમાન છે. શ્રી બ્રહ્મદેવ બાપા પર ગ્રામજનો તેમજ આજુબાજુ ના ગ્રામજનો ની અપાર શ્ર્ધ્ધા છે અને શ્રી બ્રહ્મદેવ બાપા બધા ભક્તજનો પર અપાર અને અસીમ કૃપા હોય છે. આમ તો બાપા ને નાળિયેર ચડાવા નો રિવાજ છે અને શ્રી બ્રહ્મદેવ બાપા તમામ ભક્તજનો ની મનોકામના પુર્ણ કરે છે. ગ્રામજનો નો કોઇ પણ શુભ પ્રંસગ કે લગ્ન પ્રંસગ હોય તો આમંત્રણ પત્રિકા શ્રી બ્રહ્મદેવ બાપા નાં મંદીર થી અને બાપા ના આશીર્વાદ થી શરૂઆત કરવાની પ્રથા છે. આમ ડુંગરી ગામની સાચી ઓળખજ શ્રી બ્રહ્મદેવ બાપા છે. શ્રી બ્રહ્મદેવ બાપા ટ્રસ્ટ ના પ્રમુખ માનનીય શ્રી ચંદુભાઈ ની આગેવાની હેઠળ શ્રી બ્રહ્મદેવ બાપા ના મંદીરનો વિકાસ ના કાર્યો નિષ્ઠા પુર્વક કરે છે. તેમજ હાલ માં થોડા વર્ષો પહેલા સનસેટ પોંઇન્ટ નું પણ નિર્માંણ કરવા મા આવેલુ છે. સનસેટ પોંઇન્ટ પર થી સુર્યદેવ ને આઠમતા જોવાનો તેમજ આખા ડુંગરી ગામ ને જોવાનો લહાવોજ કંઇ અલગ જ હોઈ છે. મંદીર ના પ્રાંગણ માં બ્લોક લગાવવા માં આવ્યા છે. તેમજ શ્રી બ્રહ્મદેવ બાપા નો દર વર્ષે દેવ દિવાળી ના તહેવાર નિમિતે ખુબજ મોટો લોકમેળો ભરાય છે જેનો ગ્રામજનો તેમજ આજુબાજુ ના ગ્રામજનો વહેલી સવારે બાપા ના દર્શન કરવા માટે જન મેદની ઉમટી પડે છે. શ્રી બ્રહ્મદેવ બાપા ટ્રસ્ટ લોકમેળા ને ધ્યાન મા રાખી ને પત્રાના શેડ તેમજ પહોડા પાકા પગથિયા નું પણ નિર્માણ કરાવયુ છે. તેમજ શ્રી બ્રહ્મદેવ બાપા ના મંદીર ને માટે ડુંગરી ગામ ના પ્રથમ નાગરિક સરપંચ શ્રી પણ હંમેશા બાપા ના કાર્યો માટે તત્પર રહે છે. તેમજ તમામ ગ્રામજનો પણ બાપાની સેવા કરવાની કોઈ પણ તક જવા દેતા નથી.